ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો. આખરે મેચ રદ કરવી પડી હતી.

3 મેચની શ્રેણીની બીજી મેચ 12 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે. ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી 2-1થી જીતી હતી.

T-20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં અત્યાર સુધી વિવિધ કારણોસર 121 મેચ રદ થઈ છે. વેસ્ટ ઈન્ડિઝની મહત્તમ 10 મેચનું પરિણામ આવ્યું નથી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 8 સિરીઝ રમાઈ છે. જેમાંથી ભારતે ચાર અને દક્ષિણ આફ્રિકાએ બે જીત મેળવી હતી. 2 સિરીઝ પણ ડ્રો રહી હતી. બંને ટીમ વચ્ચે કુલ 24 T20 મેચ રમાઈ હતી. ભારતે 13 અને દક્ષિણ આફ્રિકા 10 જીતી છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી.

Read more

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
યુએસ પ્રમુખપદની ચૂંટણીના સર્વેમાં ટ્રમ્પ આગળ

યુએસ પ્રમુખપદની ચૂંટણીના સર્વેમાં ટ્રમ્પ આગળ

અમેરિકામાં 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન બંને રેસમાં છે. સર્વે

By Gujaratnow